જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ, ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સતર્ક
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની ચેતવણીને અનુરૂપ 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થતાં દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર સત
જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ, ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સતર્ક


અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની ચેતવણીને અનુરૂપ 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થતાં દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર સતર્ક બન્યું છે.

હવામાન વિભાગે દરિયામાં પવનની ગતિ વધવાની અને ઉંચા મોજાં ઉઠવાની સંભાવના વ્યક્ત કરી છે. એથી જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. તટરક્ષક દળ અને બંદર તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને દરિયાઈ ગામોમાં માછીમારોને સુરક્ષિત સ્થળે પાછા ફરવા સૂચના આપવામાં આવી છે.

તંત્રએ નાગરિકોને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ન કરવા અપીલ કરી છે. ભારે વરસાદને કારણે પવનની દિશા અને તીવ્રતા બંનેમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા “યલો એલર્ટ” જાહેર કરવામાં આવ્યું છે.

જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીનો માહોલ છવાયો છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande