રાજુલા નજીક છતડીયા ગામ પાસે ભીષણ અકસ્માત, ફોરવિલ ટ્રેલર સાથે અથડાતાં 10 ઇજાગ્રસ્ત
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજુલા નજીક છતડીયા ગામના બ્રિજ પર એક ફોરવિલ કાર ટ્રેલરના પાછળ જોરદાર અથડાઈ ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ફોરવિલ કારમાં સવાર તમામ લોકો અંદર ફસાઈ
રાજુલા નજીક છતડીયા ગામ પાસે ભીષણ અકસ્માત, ફોરવિલ ટ્રેલર સાથે અથડાતાં 10 ઇજાગ્રસ્ત


અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજુલા નજીક છતડીયા ગામના બ્રિજ પર એક ફોરવિલ કાર ટ્રેલરના પાછળ જોરદાર અથડાઈ ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ફોરવિલ કારમાં સવાર તમામ લોકો અંદર ફસાઈ ગયા હતા.

હાઇવે પરથી પસાર થતાં ટ્રક ચાલકો અને સ્થાનિક લોકોએ તરત જ મદદ માટે દોડી આવી અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સહાય કરી. ઘટનામાં કુલ 10 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ફોરવિલમાં સવાર પરિવાર મુંબઈથી સોમનાથ દર્શન માટે આવ્યો હતો. અકસ્માતનું કારણ અચાનક બ્રેક મારવાથી અથવા ડ્રાઇવરની નજર ચૂકી જવાથી થયાનું અનુમાન છે.

પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો પંજીકરણ કર્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી છે. આ દુર્ઘટનાએ હાઇવે પર મુસાફરોમાં ચિંતા ફેલાવી છે અને પોલીસ દ્વારા હાઇવે પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande