

અંબાજી, 25 ઓક્ટોબર (હિ.સ.): હાલ તબક્કે દિવાળીનીન વેકેશનમાં લોકો યાત્રાધામોને પ્રવાસન સ્થળો એ મુલાકાતે જતા હોય છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં વેકેશનની સીઝનમાં શ્રદ્ધાળુઓ પણ પોતાના પર્સનલ વાહનો લઈને મોટી સંખ્યામાં પહોંચતા અંબાજી પહોંચી રહ્યા છે. જેના કારણે હાલ હાઇવે માર્ગો ઉપર ઠેક ઠેકાણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે અને લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થતા યાત્રિકો અટવાયા હતા .
અંબાજીમાં એક નહિ પરંતુ અનેક માર્ગો ઉપર આ ટ્રાફિક સમસ્યા સર્જાએલી જોવા મળી રહી છે એટલુંજ નહિ મંદિર ટ્રસ્ટના પાર્કિંગો પણ હાઉસફુલ બન્યા હતા ત્યારે આ ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ કર્મીઓ પણ પ્રયાસો કરતા જોવા મળી હતી. તેમ છતાં માર્ગો ઉપર કલાકો સુધી ટ્રાફિક અટવાયેલો જોવા મળ્યો હતો ને કલાકો સુધી યાત્રિકો ટ્રાફિક ન કારણે અટવાયા હતા.
જોકે આ ટ્રાફિક સમસ્યા દર તહેવારે અંબાજીમાં માથાના દુખાવા સમાન બની રહે છે ત્યારે અંબાજી આગામી સમયમાં રિડેવલોપીંગ થવા જઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ ટ્રાફિક સમસ્યાના પ્રશ્નનો નિરાકરણ લાવે તે અતિ આવશ્યક બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ