લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદનો ત્રાટકો: બહુચરાજી અને ઊંઝામાં ધોધમાર વરસાદ
મહેસાણા, 25 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા અને ઊંઝા વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. લાભ પાંચમ પહેલાં જ પડેલા આ અણધાર્યા વરસાદે ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. સવારે છ વાગ્યાથી શરૂ થયે
લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદનો ત્રાટકો: બહુચરાજી અને ઊંઝામાં ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં


લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદનો ત્રાટકો: બહુચરાજી અને ઊંઝામાં ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં


મહેસાણા, 25 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા અને ઊંઝા વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. લાભ પાંચમ પહેલાં જ પડેલા આ અણધાર્યા વરસાદે ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. સવારે છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ધોધમાર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ભીનાશ અને ઠંડી છવાઈ ગઈ હતી.

કારતક માસ હોવા છતાં વરસાદી માહોલ સર્જાતા જાણે અષાઢ માસ ફરી આવી ગયો હોય તેમ દૃશ્ય દેખાઈ રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પવન સાથે ઝાપટાં પડતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને પરિવહનમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.

ખેડૂતો માટે આ વરસાદ ભારે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. ખેતરોમાં તૈયાર ઉભા ચણા, ઘઉં, જીરાં તથા અન્ય પાકને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખેડૂતોને પાકને બચાવવા તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારના કેટલાક ભાગોમાં વધુ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતો અને નાગરિકોમાં અણધાર્યા વરસાદને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande