વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેનમાં 27 ઑક્ટોબરથી વધારાના જનરલ કોચની સુવિધા
ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.): યાત્રિકોની વધતી આવનજાવન અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળની વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેન (નંબર 59424/59423) માં એક વધારાના જનરલ કોચ ની સુવિધા કાયમી રીતે શરૂ કરવામાં
પેસેન્જર ટ્રેનમાં 27 ઑક્ટોબરથી વધારાના જનરલ કોચ


ભાવનગર, 25 ઓક્ટોબર (હિ.સ.): યાત્રિકોની વધતી આવનજાવન અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળની વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેન (નંબર 59424/59423) માં એક વધારાના જનરલ કોચ ની સુવિધા કાયમી રીતે શરૂ કરવામાં આવી છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત નીચે મુજબની વ્યવસ્થા અમલમાં આવશે:

1. ટ્રેન નંબર 59423 રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેનમાં 27 ઑક્ટોબર, 2025 થી એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાડવામાં આવશે.

2. ટ્રેન નંબર 59424 વેરાવળ–રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેનમાં પણ 27 ઑક્ટોબર, 2025 થી એક વધારાનો જનરલ કોચ કાયમી રીતે લગાડવામાં આવશે.

આ નવી સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે.ટ્રેનના ઠેરાવો, સંરચના તથા સમયપત્રક અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોને ભારતીય રેલવેની આધિકારીક વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવાની વિનંતી કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande