ઓલ સિપાહી એજ્યુકેશન ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ટ્રસ્ટ દ્વારા એવોર્ડ સેરેમની 2025 યોજાયો
અમદાવાદ/ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ઓલ સિપાહી એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 700 થી વધુ શિક્ષણવિદો, સમાજસેવકો, વિદ્યાર્થીઓ તથા આગેવાન મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ/ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ઓલ સિપાહી એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 700 થી વધુ શિક્ષણવિદો, સમાજસેવકો, વિદ્યાર્થીઓ તથા આગેવાન મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યકિતઓ તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ ટીચર એવોર્ડ, બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રાજય સ્તર પર શ્રેષ્ઠ સિપાહી સ્ટાર એવોર્ડ, વિશેષ એવોર્ડ, ઉચ્ચશિક્ષણ એવોર્ડ, બિઝનેસ એવોર્ડ મહેમાનશ્રીઓના હાથે એનાયત કરવામાં આવ્યા હતા.

સમારોહ દરમ્યાન ૩૫૦થી વધુ એવોર્ડ, D.EI.Ed એવોર્ડ, તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને તેમના ઉત્તમ પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ડૉ.મહેબુબ કુરેશીની અનોખી સિદ્ધિ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડનમાં સ્થાન મેળવવા બદલ વિશેષ સન્માન અપાયું હતું. તે ઉપરાંત ઓલ સિપાહી એજયુકેશન ફાઉન્ડેશનને પણ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડનમાંમાં સ્થાન મળ્યું, કારણ કે એ પ્રથમ એવી NGO બની છે જેણે માત્ર ચાર કલાકમાં આઠ સામાજિક કાર્યક્રમો કરેલ છે. શાહબુદ્દીન રાઠોડ હાસ્યકાર, બહાદુરખાન પઠાણ અને ઉસ્માન કુરેશીને સિપાહી સમાજના વિશિષ્ટ એવોર્ડ સીપે સાલાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોએ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી અને ભાવી કાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે શાહબુદ્દીન રાઠોડ (પદ્મશ્રી), શફીભાઈ મણિયાર, ઈકબાલ મણિયાર, કરીમભાઈ, અબ્દુલ રજાક કુરેશી, બહાદુરખાન પઠાણ, મહેરૂન્નીસા દેસાઈ, સલીમખાન પઠાણ, ગુલમોઈન ખોખર, જાહીદ કુરેશી, ઝાકીરાબેન સિદ્દીકી અનેક શિક્ષણવિદો, સમાજસેવકો અને આગેવાન વ્યકિતઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ ડો. મહેબુબ કુરેશી, મહામંત્રી ઉસ્માનખાન રાઠોડ, મહિલા પ્રેસિડેન્ટ જાસ્મીન પઠાણ, ઉસ્માન કુરેશી, ગુલમોઇન ખોખર,અસીમ કુરેશી, વિજય શાહ, આદિલ મલેક, અસ્મા મલેક, ડૉ. અકીલ કુરેશી, જાહિદ ચૌહાણ, અમરીન શેખ, રૂબીના પઠાણ તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande