કતારગામમાં જરી ફેક્ટરીમાં ભીષણ આગ: ત્રણ માળ સુધી ફેલાઈ જ્વાળાઓ, લાખોનું નુકસાન
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરતના કતારગામ વિસ્તારમાં લાલદરવાજા પાસે આવેલી જરીના બોબીન બનાવતી એક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. દર્શન ટ્રેડિંગ કંપની નામની આ યુનિટમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કારખાનામાં ર
Fire accident


સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરતના કતારગામ વિસ્તારમાં લાલદરવાજા પાસે આવેલી જરીના બોબીન બનાવતી એક ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. દર્શન ટ્રેડિંગ કંપની નામની આ યુનિટમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કારખાનામાં રાખેલો જરીનો સ્ટોક, કાચો માલ અને ઇલેક્ટ્રોનિક સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. દિવાળીના કારણે કારખાનું બંધ હોવાથી કોઈ જાનહાનિ ન થઈ તે મોટું સદભાગ્ય ગણાય.

પ્રારંભિક માહિતી મુજબ આગ કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પરથી શરૂ થઈ હતી અને ત્યાંથી ધીમે ધીમે ઉપરના માળો સુધી ફેલાઈ ગઈ. પતરાના શેડ સુધી પહોંચેલી આગે આખા બિલ્ડિંગને ઘેરી લીધું હતું. સુરત ફાયર બ્રિગેડની બાર જેટલી ટીમોએ સ્થળ પર પહોંચી કલાકો સુધી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે. ફેક્ટરીમાં રાખેલા જરી લેસ, નાયલોન લેસ, કોટન લેસ તેમજ મશીનો અને વાહનો સંપૂર્ણપણે સળગી ગયા છે. આ આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માલિક રાજેન્દ્ર ચિમનલાલ દર્દીવાલાએ જણાવ્યું.

દિવાળીની રજાઓને કારણે કર્મચારીઓ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે, નહીં તો આ દુર્ઘટના વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકતી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande