
ગીર સોમનાથ, 26 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ જોવા પહોચ્યા હતા.
પ્રશ્નાવડા ધામલેજ લોઢવા સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભગવાન બારડે કહ્યું કે તે સરકારમાં રજૂઆત કરશે, ખેડૂતોના નુકશાની અંગે સરકારને પત્ર લખશે એટલું જ નહીં ગાંધીનગર ખાતે જઈ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ