
ગીર સોમનાથ, 26 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ગીર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગઈકાલથી લઈને હાલ આજે પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા કોડીનાર અને ઉના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અચાનક પડેલા આ વરસાદથી ખેતરમાં ઉભી મગફળી અને સોયાબી અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ