
ગીર સોમનાથ, 26 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળી તહેવાર તથા વેકેશન દરમ્યાન શ્રી સોમનાથ મંદિર તેમજ જીલ્લાના અલગ અલગ પ્રવાસન સ્થળો પર ફરવા આવેલ યાત્રાઓની વ્યવસ્થામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ સતત ખડેપગે રહી હતી.
૧. ગીર સોમનાથ ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે, તેમજ તાલાલા - સાસણ, દ્રોણેશ્વર, મુલદ્વારકા તથા તુલસીશ્યામ ખાતે દેશ વિદેશ થી હજારોની સંખ્યામાં પધારેલ યાત્રાળુઓને ગંતવ્ય સ્થળ ઉપર પહોંચવામાં કોઈ અગવડતા ના પડે તે હેતુ થી ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નેશનલ હાઈ વે તેમજ મંદિર આસપાસના રોડ રસ્તા ઉપર સતત ટ્રાફિક નિયમન કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી
૨. યાત્રાળુઓને ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં વન - વે, તેમજ રોડ રસ્તાની યોગ્ય જાણકારી આપી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું.
૩. યાત્રાળુઓને મોટરસાયકલ, મોટર કાર, બસ જેવા વાહનો માટે યોગ્ય પાર્કિંગની જાણકારી આપી બહોળી સંખ્યામાં પધારેલ યાત્રાળું ઓનાં વાહનોની પાર્કિંગ વ્યવસ્થા જાળવવામાં આવી.
૪. સોમનાથ મંદિર પાસે હમીરજી સર્કલ અને બસ સ્ટેન્ડ પાસે કુલ - ૨ LOST & FOUND POINT તેમજ તમામ પ્રવાસન સ્થળો ઉપર પોઇન્ટ ઉભા કરી, ભીડમાં પરિવાર થી વિખૂટા પડી ગયેલ બાળકો -સભ્યોને પરિવાર સાથે સુખદ મિલન કરાવવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી.
૫. LOST & FOUND POINT” પરથી સતત માઈક ઉપર ખોવાયેલ વ્યક્તિઓની જાણકારી આપી ખોવાયેલ વ્યક્તિ ને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યા.
૬. શ્રી સોમનાથ મંદિર તેમજ જીલ્લાના તમામ ધાર્મિક સ્થળો ઉપર યાત્રાળુનો ધસારો વધારે હોવાથી યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલતો રહે તે હેતુ થી ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પ્રેશર પોઇન્ટ, ડીપ પોઇન્ટ પર સતત ખડે પગે રહી યાત્રાળુઓ ને યોગ્ય માર્ગદર્શન આપી ભીડ નિયંત્રણ કરવામાં આવ્યું.
૭. શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે પધારેલ અશક્ત અને વયોવૃધ્ધ દર્શનાર્થીઓને મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કરતી ગીર સોમનાથ પોલીસ,
૮. ગીર સોમનાથમાં આવેલ પ્રવાસન સ્થળ તુલસીશ્યામ, મુલદ્વરકા ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ જેથી પ્રવાસીઓ નો પ્રવાહ સતત વહેતો રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે ચાલતી રહે.
૯. પ્રવાસન સ્થળ સાસણ ખાતે થી પધારનાર પ્રવાસીઓ માટે ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસન સ્થળ શ્રી સોમનાથ મંદિર, દ્રોણેશ્વર તેમજ મુળદ્વારકા સુધીના તમામ રોડ રસ્તા ઉપર સતત ખડે પગે રહી ટ્રાફિક નિયમન તેમજ પ્રવાસીઓ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ગીર સોમનાથ જિલ્લા પોલીસ કાયદો વ્યવસ્થાની ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ
૧૦. પ્રવાસીઓના સતત ઘસારા વચ્ચે પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ. તમામ શહેર તથા તાલુકામાં સતત વાહન ચેકીંગ ની કામગીરી કરવામાં આવે છે.
૧૧. તમામ પ્રવાસન સ્થળો ઉપર BDDS તેમજ Dog Squad દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે.
૧૨. શ્રી સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવે છે, જેથી દિવાળી તહેવાર અનુસંધાને સુરક્ષા હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ ૧- નાયબ પોલીસ અધીક્ષક, ૨- પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૩- પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ૨૫૦ થી વધારે પોલીસ સ્ટાફ સતત ખડે પગે.
૧૩. શંકાસ્પદ વસ્તુઓ શ્રી સોમનાથ મંદિર પરિસર માં ના પ્રવેશે નહીં તે માટે Baggage Scanner*, અણબનાવ બને અથવા તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને પહોંચી વળવા queak response team - QRT થી સતત યાત્રાળુઓનો સામાન ચેક કરવામાં આવે છે.
૧૪. દિવાળી તહેવાર દરમ્યાન ૪.૫ લાખ થી વધારે યાત્રાળુઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સતત યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગ વગેરે બાબતે રાત - દિન ફરજ બજાવેલ
૧૫. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળો ઉપર પધારેલ યાત્રાળુઓની સેવામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલ.
♦ પોલીસ દ્રારા વૃધ્ધ વ્યકિતીઓને દર્શન કરાવ્યા કુલ- ૧૮
♦ પોલીસ દ્વારા દિવ્યાંગ વ્યકિતીઓને દર્શન કરાવ્યા કુલ- ૦૭
પોલીસ દ્વારા ખોવાયેલ પતિ-પત્ની, માતા-પિતા અને બાળકોને તેના પરીવાર સાથે મિલાપ કરાવેલ કુલ- ૬૩
પોલીસ દ્વારા ખોવાયેલ પોકેટ- પર્સ દર્શનાર્થીઓને પરત અપાવ્યા કુલ - ૦૫
♦ પોલીસ દ્વારા બિમાર વ્યકિતીઓને હોસ્પીટલ લઇ જઇ સારવાર અપાવેલ કુલ-૦૨
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ