પાળેલા શ્વાનની માનતા માટે રામુજી ગોબરજીએ શરૂ કરી અંબાજી પગયાત્રા, 80થી વધુ યુવાનો જોડાયા
મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ તાલુકાના બબાસણા ગામમાંથી એક અનોખી અને પ્રેરણાદાયી પગપાળા યાત્રાનો પ્રારંભ થયો છે. ગામના જીવદયા પ્રેમી અને મા અંબાના ભક્ત રામુજી ગોબરજીએ પોતાના બે પાળેલા શ્વાનોના સ્વાસ્થ્ય માટે માતાજી પાસે માનતા લીધી હતી. આ બંને શ
પાળેલા શ્વાનની માનતા માટે રામુજી ગોબરજીએ શરૂ કરી અંબાજી પગયાત્રા, 80થી વધુ યુવાનો જોડાયા


પાળેલા શ્વાનની માનતા માટે રામુજી ગોબરજીએ શરૂ કરી અંબાજી પગયાત્રા, 80થી વધુ યુવાનો જોડાયા


પાળેલા શ્વાનની માનતા માટે રામુજી ગોબરજીએ શરૂ કરી અંબાજી પગયાત્રા, 80થી વધુ યુવાનો જોડાયા


મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ તાલુકાના બબાસણા ગામમાંથી એક અનોખી અને પ્રેરણાદાયી પગપાળા યાત્રાનો પ્રારંભ થયો છે. ગામના જીવદયા પ્રેમી અને મા અંબાના ભક્ત રામુજી ગોબરજીએ પોતાના બે પાળેલા શ્વાનોના સ્વાસ્થ્ય માટે માતાજી પાસે માનતા લીધી હતી. આ બંને શ્વાનો ગંભીર રીતે બીમાર પડ્યા હતા, ડોક્ટરોએ પણ તેમના જીવ બચવાની આશા છોડી દીધી હતી. પરંતુ રામુજી ગોબરજીએ માતાજી પર અતૂટ વિશ્વાસ રાખ્યો અને માનતા લીધી કે જો બંને શ્વાન સ્વસ્થ થશે તો તેઓ અંબાજી સુધી પગપાળા દર્શન કરવા જશે.

મા અંબાની કૃપાથી કેટલાક દિવસોમાં બંને શ્વાન સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. પોતાના આ અદ્ભુત અનુભવ બાદ રામુજીએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે અંબાજીની યાત્રાનો આરંભ કર્યો છે. આજ રોજ ગામના ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગામજનો અને યુવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પગપાળા યાત્રા પ્રારંભ કરવામાં આવી. રામુજી સાથે ગામના આશરે 80થી વધુ યુવાનો પણ જોડાયા છે.

આ યાત્રાનું આયોજન જીગ્નેશસિંહ, મહેશસિંહ અને નરેન્દ્રસિંહ સહિતના યુવકોએ કર્યું છે. ગામના લોકો દ્વારા ભક્તિભાવથી સંઘને વિદાય આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન ગામલોકોએ શંખધ્વનિ અને માતાજીના જયઘોષ સાથે ભક્તિભર્યો માહોલ સર્જ્યો હતો.

આ યાત્રા માત્ર એક વ્યક્તિગત માનતા પૂરતી સીમિત નથી, પરંતુ તે જીવદયા, માનવતા અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો સંદેશ આપે છે. રામુજી ગોબરજીનું આ પગલું પશુપ્રેમ અને ભક્તિનું એક સુંદર ઉદાહરણ બની રહ્યું છે. તેમના આ ઉપક્રમથી ગામના યુવાનોમાં પણ ભક્તિભાવ અને જીવદયા પ્રત્યેની જાગૃતિ વધારવાની દિશામાં પ્રેરણા મળી છે.

બબાસણા ગામથી શરૂ થયેલી આ યાત્રા આશરે 120 કિલોમીટરની છે અને સંઘ આગામી દિવસોમાં અંબાજી પહોંચી માતાજીના દર્શન કરશે. માતાજી પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા અને જીવદયા માટેની આ યાત્રા સમગ્ર વિસ્તાર માટે એક અનોખો સંદેશ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande