
અમરેલી, 26 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસને મોબાઇલ ચોરીના ગુનામાં સફળતા મળી છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા નોંધાયેલ મોબાઇલ ચોરીના કેસને ટેક્નિકલ સોર્સના આધારે ડીટેક્ટ કરી પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે.
માહિતી મુજબ, શહેરના એક નાગરિકનો કિંમતી સ્માર્ટફોન અજાણ્યા શખ્સે ચોરી કરી જતાં ફરિયાદી દ્વારા ઓનલાઈન E-FIR નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસએ ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ IMEI ટ્રેકિંગ અને સિમ કાર્ડની હિલચાલના આધારે શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચીને તેને કાબૂમાં લીધો હતો.
આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાવરકુંડલા પોલીસની આ ઝડપી અને ટેક્નિકલ આધારિત કાર્યવાહીથી શહેરના નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટેક્નોલોજી આધારિત તપાસથી નાની-મોટી ચોરીઓ ઝડપથી ઉકેલી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai