



મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણાના વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામમાં શ્રી શેંટલાવીર કો. ઑપરેટિવ સોસાયટીના રજત જયંતિ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે સોસાયટીના સદસ્યોની કાર્યશૈલીની પ્રશંસા કરવામાં આવી અને સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી. ટ્રસ્ટના આગેવાનો અને પદાધિકારીઓએ સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા માટેના સતત પ્રયાસો અંગે વાત કરી.
કાર્યક્રમમાં જણાવાયું કે નાની-નાની બચત અને સારા વ્યાજની સુવિધાથી ગ્રામ્ય વિસ્તારના લાખો પરિવારોને મોટો લાભ મળ્યો છે. આ સોસાયટી દ્વારા ગ્રાહકોને આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સુખાકારીમાં મદદ કરવામાં આવી રહી છે.
સાથે જ દગાવાડિયા ગામમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આરોગ્ય કેન્દ્ર ગ્રામજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે અને ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવશે. આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ આ વિકાસકાર્યને સમાજ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
આ પ્રસંગે ગ્રામજનોને આરોગ્યમય, સુખમય અને સમૃદ્ધ જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી. દગાવાડિયા ગામના આ કાર્યક્રમો સ્વસ્થ અને સશક્ત સમાજની રચના માટે પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR