લાઠી પોલીસની ઝડપી કાર્યવાહી: ભીંગરાડ ગામમાં થયેલા હત્યાના આરોપીની કલાકોમાં ધરપકડ
અમરેલી, 26 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી પોલીસને ગુનાહિત કેસમાં મોટી સફળતા મળી છે. લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ભીંગરાડ ગામની સીમમાં થયેલી હત્યાના ગુનામાં સામેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ચુસ્ત તપાસ અને ટેક્નિકલ
લાઠી પોલીસની ઝડપી કાર્યવાહી: ભીંગરાડ ગામમાં થયેલા હત્યાના આરોપીની કલાકોમાં ધરપકડ


અમરેલી, 26 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી પોલીસને ગુનાહિત કેસમાં મોટી સફળતા મળી છે. લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ભીંગરાડ ગામની સીમમાં થયેલી હત્યાના ગુનામાં સામેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ચુસ્ત તપાસ અને ટેક્નિકલ સોર્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો છે.

પોલીસ સૂત્રો મુજબ, ભીંગરાડ ગામની સીમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા ગામમાં ચકચાર મચી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ લાઠી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાનો મામલો હોવાનું જણાતા પોલીસે ગુનો નોંધ્યો હતો અને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી.

ટેક્નિકલ એનાલિસિસ, ફોન કૉલ રેકોર્ડ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી તેને ગણતરીના કલાકોમાં જ કાબૂમાં લીધો હતો. આરોપી પાસેથી પ્રાથમિક સ્વીકાર મળ્યો છે અને વધુ પૂછપરછ ચાલુ છે. લાઠી પોલીસની આ ત્વરિત અને વ્યાવસાયિક કામગીરીની સ્થાનિક લોકોએ પ્રશંસા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande