પારેવિયા વીર દાદાના મંદિરે લાભ પાંચમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.): વીર દાદાના મંદિરે દર પાંચમે ભક્તો દર્શને આવે છે, પરંતુ લાભ પાંચમનું વિશેષ મહત્વ છે. વર્ષોથી આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી કરવા અને મનોકામના પૂર્ણ કરવા માટે દાદાના દર્શને આવે છે. આજે પણ દાદાના મંદિરે ભક્તોનું ઘોડ
પારેવિયા વીર દાદાના મંદિરે લાભ પાંચમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું


પારેવિયા વીર દાદાના મંદિરે લાભ પાંચમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 26 ઓક્ટોબર (હિ.સ.): વીર દાદાના મંદિરે દર પાંચમે ભક્તો દર્શને આવે છે, પરંતુ લાભ પાંચમનું વિશેષ મહત્વ છે. વર્ષોથી આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી કરવા અને મનોકામના પૂર્ણ કરવા માટે દાદાના દર્શને આવે છે. આજે પણ દાદાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

સવારથી જ મંદિર સંકુલમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. વીર દાદાની ફૂલોની આંગી કરવામાં આવી હતી અને સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. મેળામાં ખાણીપીણીના સ્ટોલ અને બાળકો માટેના રમકડાં તથા ક્રીડાગણના સાધનો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

પાટણ તાલુકાના મહેમદપુર ગામ નજીક આવેલા પારેવિયા વીર દાદાના મંદિરે લાભ પાંચમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં પાટણ શહેર ઉપરાંત મહેમદપુર, ગદોસણ, ગજા, સંખારી અને જાખાના જેવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande