
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) :જામનગર જિલ્લાના કાલાવડમાં ભારતીય જનતા પાર્ટી - શહેર પરિવાર દ્વારા પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ઉપસ્થિતીમાં નુતન વર્ષ નિમિતે સક્રિય સભ્યો/શુભેચ્છકનુ પરિવાર સહ સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય સહિત ભાજપના અન્ય અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.
કાલાવડ ભારતીય જનતા પાર્ટી - શહેર પરિવાર દ્વારા પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા આર.એસ. એસ. અગ્રણી ભાનુભાઈ પટેલની ઉપસ્થિતીમાં નુતન વર્ષ નિમિતે સક્રિય સભ્યો/શુભેચ્છકનુ પરિવાર સહ સ્નેહ મિલન યોજાયું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ભાનુભાઈ પટેલ દ્વારા સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધનના વિષય પર વક્તવ્ય આપ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ એકબીજાને નવા વર્ષના વધામણાં ની શુભેચ્છા પાઠવી હતી. સામાજિક સમરસતાના ભાગ રૂપે સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલિયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, વલ્લભભાઈ સાંગાણી, કશ્યપભાઈ વૈષ્ણવ, વલ્લભભાઈ વાગડીયા અભિષેક્ભાઈ પટવા, કારોબારી ચેરમેન અશ્ર્વિનભાઈ ઝીંઝુવાડીયા, પ્રભારી કૌશીકભાઈ રાબડીયા, શહેર ભાજપના મહામંત્રી મીતભાઈ ફળદુ, કિશોરભાઈ નિમાવત, ભુમીતભાઈ ડોબરીયા, ગાંડુભાઈ ડાંગરિયા, પી.ડી.જાડેજા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જયાબેન ભંડેરી, જમનભાઈ તારપરા, મનોજભાઈ પરમાર તથા નગરપાલિકાના સદસ્યો, આગેવાનો, અને ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt