
અમરેલી, 27 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના રાજુલા પોલીસને 22 વર્ષથી નાસતા ફરતા લૂંટના આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના લૂંટના ગુનામાં ફરાર આરોપી બચ્ચનસિંહ બાવરીને મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2003માં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની ગંભીર ઘટના બની હતી. ત્યારથી આરોપી બચ્ચનસિંહ બાવરી પોલીસે હાથ ધરેલી તગડી તપાસ બાદ પણ કાયદાની પકડથી દૂર રહ્યો હતો. પરંતુ રાજુલા પોલીસના તાજેતરના ગુપ્તચર ઇનપુટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ ટીમે મહારાષ્ટ્ર સુધી દોરી જઈ આરોપીને ઝડપી પાડ્યો.
આપેલા અહેવાલો અનુસાર, રાજુલા પોલીસે બીડ જિલ્લામાંથી બચ્ચનસિંહ બાવરીને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી અમરેલી લવાયો છે. આરોપી સામે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવી રાજુલા પોલીસ માટે એક મોટી સિદ્ધિ છે અને આ કાર્યવાહી ગુનાખોરી સામે તંત્રની સજાગતા અને દૃઢતા દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai