પાટણ-ઊંઝા રોડ પર કાર પલટી, મુસાફરોને ઈજા
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.): ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર દૂધસાગર ડેરી સામે અને કમળાદીપ સોસાયટીના ગેટ નજીક એક કાર અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈજાગ્રસ્ત
પાટણ-ઊંઝા રોડ પર કાર પલટી, મુસાફરોને ઈજા


પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.): ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર દૂધસાગર ડેરી સામે અને કમળાદીપ સોસાયટીના ગેટ નજીક એક કાર અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે કારને ભારે નુકસાન થયું હતું. આ માર્ગ પર અવારનવાર થતા અકસ્માતોને પગલે સ્થાનિકોએ તંત્રને રોડ સલામતી માટે પગલાં લેવા અને આવા બનાવો અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande