માધવપુર 108ની સરાહનીય કામગીરી
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : મૂળ માધવપુરના ગુંદારી વાડી વિસ્તાર ગામે રહેતાં 30 વર્ષના મહિલાને સર્પદંશ થતાં માધવપુર 108 ટીમને જાણ કરવામાં આવી હતી. 108 ટીમને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમના EMT સાહિદ સરવાણી અને પાઇલોટ જયેશ કરગતિયા કેશો
માધવપુર 180ની સરાહનીય કામગીરી.


માધવપુર 180ની સરાહનીય કામગીરી.


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : મૂળ માધવપુરના ગુંદારી વાડી વિસ્તાર ગામે રહેતાં 30 વર્ષના મહિલાને સર્પદંશ થતાં માધવપુર 108 ટીમને જાણ કરવામાં આવી હતી. 108 ટીમને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમના EMT સાહિદ સરવાણી અને પાઇલોટ જયેશ કરગતિયા કેશોદ રઘુવંશી હોસ્પિટલ લઈ જવા માટે નીકળી ગયા રસ્તામાં એન્ટી સ્નેક વેનમ અને અન્ય બીજા ઈન્જેક્શન આપી ઈજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો હતો. 108 ના EMT સાહિદ સરવાણીએ ઉપર બેસેલા ફિઝિશિયન ડો. મયૂરના માર્ગદર્શનથી જરૂરી સારવાર આપી એમ્બ્યુલન્સમાં સર્પદંશના ઈન્જેક્શન એન્ટી સ્નેક વેનમ અને બીજા ઈન્જેક્શનો આપી અને પાઇલોટ જયેશ કરગતીયા એ ઝડપથી હોસ્પિટલ પહોંચાડી વધુ એક જીવ બચાવ્યો વધુ સારવાર માટે કેશોદની રઘુવંશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંગે 108 ના જીલ્લા અધિકારી જયેશ અને પ્રોગ્રામ મેનેજર આકાશભાઈએ શુભેચ્છા પાઠવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande