કુતિયાણામાં માનસિક અસ્થિર મહિલા સાથે શારીરિક અડપલા કરનાર સામે ફરિયાદ
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણામાં એક માનસિક અસ્થિર મહિલા સાથે જૂનાગઢના શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુતિયાણા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢ અને હાલ કુતિયાણા તાલુકાના ગોકર
કુતિયાણામાં માનસિક અસ્થિર મહિલા સાથે શારીરિક અડપલા કરનાર સામે ફરિયાદ


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણામાં એક માનસિક અસ્થિર મહિલા સાથે જૂનાગઢના શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કુતિયાણા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢ અને હાલ કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે રહેતો હિરેન રમેશ કનારા નામના શખ્સે કુતિયાણાના એક ગામે રહેતી પરિણીત મહિલા સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કર્યા હતા. મહિલા માનસિક રીતે અસ્થિર હોવાના અને એકલતાનો લાભ લઇ હિરેને બળજબરી પૂર્વક મહિલા સાથે શારીરિક અડપલાં કરી મહિલા સાથે અસભ્ય વર્તન કર્યું હતું આ મામલે ભોગ બનનાર મહિલાના પતિએ જૂનાગઢના હિરેન કનારા વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બી.એન. એસ.ની કલમ 64(2)(આઈ),64(2) (કે), 74 અને 75(2) મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. કુતિયાણા પોલીસે ફરિયાદના આધારૈ હિરેન કનારા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande