દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી 108 સેવા સક્રિય, અકસ્માત અને આરોગ્ય સંકટમાં ઝડપી સહાયથી 247 કોલનો પ્રતિસાદ
મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી 108 સેવાને અકસ્માત અને અન્ય આરોગ્ય સંકટોના વધેલા કોલ મળ્યાં હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 92 ઈમરજન્સી કોલ મળતાં હોય છે, જ્યારે ભાઈબીજના દિવસે આ સંખ્યા વધીને 96 થઈ હતી. રોડ અકસ્માતના સામા
દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી 108 સેવા સક્રિય — અકસ્માત અને આરોગ્ય સંકટમાં ઝડપી સહાયથી 247 કોલનો પ્રતિસાદ


દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી 108 સેવા સક્રિય — અકસ્માત અને આરોગ્ય સંકટમાં ઝડપી સહાયથી 247 કોલનો પ્રતિસાદ


મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી 108 સેવાને અકસ્માત અને અન્ય આરોગ્ય સંકટોના વધેલા કોલ મળ્યાં હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 92 ઈમરજન્સી કોલ મળતાં હોય છે, જ્યારે ભાઈબીજના દિવસે આ સંખ્યા વધીને 96 થઈ હતી. રોડ અકસ્માતના સામાન્ય 17 કોલની સામે 26 કેસ નોંધાયા, એટલે કે 52.94% નો વધારો નોંધાયો હતો. આ સિવાય અન્ય અકસ્માતના 5 કોલમાં 20% વૃદ્ધિ સાથે કુલ 6 કેસ નોંધાયા હતા.

દિવાળીના પ્રકાશપર્વ દરમિયાન કુલ 145 ઈમરજન્સી કોલ, જ્યારે નૂતન વર્ષના દિવસે 112 કોલ, અને ભાઈબીજના દિવસે 128 કોલ મળ્યાં હતા. આમ, બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસોને મળી કુલ 247 ઈમરજન્સી કોલ નોંધાયા હતા. આ કોલોમાં માર્ગ અકસ્માત, ફટાકડાથી દાઝી જવાના, શ્વાસની તકલીફ, અચાનક બિમારી અને મારામારી જેવા બનાવોનો સમાવેશ થાય છે.

આ વધેલી પરિસ્થિતિમાં પણ ઈમરજન્સી 108ની ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા અને જરૂરી સારવાર સુનિશ્ચિત કરી હતી. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કાર્યરત તબીબી ટીમોએ તહેવારો દરમિયાન સતત સેવા આપીને અનેક જીવો બચાવ્યા — અને એકવાર ફરી “જીવન બચાવવાનો દિવાળિયો ફરજ” નિભાવી બતાવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande