



પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરમાં હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અંતર્ગત વોર્ડ ન. 9 માં સ્ટીકર લગાડવામાં આવ્યા. હતા. 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' અંતર્ગત પોરબંદરમાં વોર્ડ નં ૯ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, શહેર ભાજપ મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કણકિયા સહીત પદાધિકારીઓ, હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા. આવો, સ્વદેશી અપનાવીએ, ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવીએ ના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya