કોડીનાર તાલુકામાં અંબુજાનગર ખાતે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે
ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): અંબુજા ફાઉન્ડેશન તથા સુદર્શન નેત્રાલયા અમરેલીના સંયુક્ત ઉપક્રમે કોડીનાર તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર ખાતે આયોજીત નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ૩૦-૧૦-૨૦૨૫, ગુરૂવાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર (
કોડીનાર તાલુકામાં અંબુજાનગર ખાતે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે


ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): અંબુજા ફાઉન્ડેશન તથા સુદર્શન નેત્રાલયા અમરેલીના સંયુક્ત ઉપક્રમે કોડીનાર તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર ખાતે આયોજીત નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ૩૦-૧૦-૨૦૨૫, ગુરૂવાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર (કોડીનાર) સવારે ૧૦ થી ૧:૦૦ યોજાશે. આ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ આંખના રોગ જેવા કે, મોતિયો, ઝામર, વેલ, પરવાળ, ત્રાંસી આંખ તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાંત ડોક્ટર દ્વારા કરવામાં આવશે.

આ કેમ્પમાં મોતિયાના ટાંકા વગરનાં ઓપરેશન કરી નેત્રમણિ વિનામૂલ્યે બેસાડી દેવામાં આવશે. મોતિયાના ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓને તે જ દિવસે સુદર્શન નેત્રાલય-અમરેલી માં દાખલ કરવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દાખલ થનાર માત્ર દર્દી માટે આવવા-જવાની, રહેવાની, જમવાની, દવાઓ, કાળા ચશ્માની સુદર્શન નેત્રાલય તરફથી વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ કેમ્પમાં આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરવામાં આવશે કેમ્પ ઉપર નંબર પ્રમાણે રાહતદરે ચશ્મા બનાવી આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande