વન- પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ વન અને પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી તરીક વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
વન- પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો.


વન- પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો.


વન- પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો.


વન- પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો.


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ વન અને પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી તરીક વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે વિભાગોની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે તેમને આ જવાબદારી યશસ્વી પ્રધાનમંત્રીની પ્રેરણા, દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળી છે.પદભાર સંભાળ્યા બાદ તરત જ, તેમણે તેમના તાત્કાલિક કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું કે આજે (ચાર્જ સંભાળવાના દિવસે) બપોરે તેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે. આ પછી, તેઓ દરેક વિભાગોની સાથે વારાફરતી પરામર્શ કરવાના છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતુ કે વન પર્યાવરણ હોય, ક્લાઈમેટ ચેન્જ હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય, આ બધા વિભાગો પ્રધાનમંત્રી નરેન્દ્રને પ્રિય વિભાગો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ ક્ષેત્રને વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે. આ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ ગુજરાત પણ કરી રહ્યું છે.

તેમણે આગામી દિવસોની કામગીરીનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે, આ ક્ષેત્રની અંદર નવા આયામો, નવા માપદંડો, અને નવા લેન્ડમાર્ક સિદ્ધ થાયએ માટે કામગીરી કરવામાં આવશે. તેમનો ઉદ્દેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ગુજરાત સરકારમાં આ વિભાગોમાં એક ડગલું આગળ વધી શકાયએ પ્રકારની કામગીરી કરવાનો છે.

મંત્રીએ તેમના પુરોગામી મૂળુભાઈ બેરાએ આ ક્ષેત્રની અંદર કરેલા ખૂબ સારા કામની પણ નોંધ લીધી હતી, અને કહ્યું કે તે કાર્યને હવે આગળ વધારવાનું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande