પૂર્વ કર્મચારીએ મહિલા સહકર્મચારીનો ગુપ્ત વીડિયો બનાવી 60 લાખ પડાવ્યા
સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ ઉદ્યોગ જગતને હચમચાવી નાખ્યું છે. કંપનીના પૂર્વ કર્મચારીએ નોકરી દરમિયાન ડેટા ચોરી અને મહિલા સહકર્મચારીનો ગુપ્ત વીડિયો બનાવી, કંપનીના માલિકને બ્લે
Surat


સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ ઉદ્યોગ જગતને હચમચાવી નાખ્યું છે. કંપનીના પૂર્વ કર્મચારીએ નોકરી દરમિયાન ડેટા ચોરી અને મહિલા સહકર્મચારીનો ગુપ્ત વીડિયો બનાવી, કંપનીના માલિકને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા.

પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા આરોપી રાહુલ જગદીશભાઈ રગડે (રહે. પાંડેસરા)ને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

રાહુલ છેલ્લા અઢી વર્ષથી કંપનીમાં કાર્યરત હતો. શરૂઆતમાં તેણે માલિકનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ પછી ગુપ્ત રીતે કંપનીના ગ્રાહકોનો મહત્ત્વપૂર્ણ ડેટા કૉપી કર્યો. એ જ સમય દરમિયાન, તેણે ઓફિસમાં કાર્યરત એક મહિલા કર્મચારીનો કપડાં બદલતી વેળાનો ખાનગી વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો.

આ વીડિયો અને ચોરાયેલા ડેટાનો ઉપયોગ કરીને રાહુલે કંપનીના માલિકને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. ધમકી આપી કે જો રૂપિયા નહીં મળે, તો તે વીડિયો અને ડેટા જાહેર કરી દેશે, જે કંપનીની પ્રતિષ્ઠા અને ધંધાને ભારે નુકસાન પહોંચાડશે. સતત દબાણ હેઠળ માલિકે ટુકડે-ટુકડે કરીને આશરે રૂ. 60 લાખ ચુકવ્યા.

પરંતુ લાલચ ત્યાં અટક્યો નહીં. રાહુલે મહિલા કર્મચારી વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ રીલ્સ મોકલવાનું શરૂ કર્યું. તેણે મહિલા સહકર્મચારીને સંબંધ માટે દબાણ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી.

આ બધાથી પણ સંતોષ ન પામી, આરોપીએ કંપનીના માલિક પાસે વધુ રૂ. 1.20 કરોડની માંગણી કરી, નહિ તો વીડિયો અને ડેટા જાહેર કરવાની ધમકી આપી. હેરાનગતિથી કંટાળીને માલિકે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજીયા અને તેમની ટીમે ઝડપભેર કાર્યવાહી કરીને આરોપી રાહુલ જગદીશભાઈ રગડેને ધરપકડ કરી છે. હાલ, આરોપીની સામે બ્લેકમેઈલિંગ, ડેટા ચોરી, ધમકી અને આઇટી એક્ટ હેઠળના ગુનાઓની તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande