



પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ આગાહી કરી હતી. બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના લીધે 72 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લીધે પોરબંદર શહેર તથા કેટલાક ગામડાઓમાં બે દિવસથી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે જેના લીધે જગતના તાતાની ચિંતામા વધારો થયો છે. આજ તારીખ 27ના રોજ પોરબંદર શહેર તથા બરડાપંથકના ગામડાઓમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, બરડામાં હાલ મગફળીના પાકને ઉપાડવાની કામગીરી થઇ રહી છે તે વચ્ચે સતત વરસાદી ઝાપટાં લીધે જગતના તાતાની ચિંતા માં વધારો થયો છે આજે સોમવારે બરડાપંથકના કુણવદર, મોરાણા, મજીવાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર કમોસમી વરસાદી ઝાપટાંથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે ખેડુતોને તેના પાકની નુકસાની ભીંતી સેવાય રહી છે. તો બીજી તરફ અરબી સમૃદ્ર લો પ્રેશરના લીધે માછીમારોને નજીકના બંદરે ખસી જવા સુચના આપવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya