જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય. પોલીસ અધિક્ષક જય
જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા પો.ઇન્સ.એસ.વી.રાજપુત નાઓની રાહબરી હેઠળ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ તથા એ.એસ.આઇ નરવણસિંહ ગોહીલ તથા પો.કોન્સ. પિયુષભાઇ બારડ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે પ્રભાસ પાટણ, શાંતિનગર પાસે આવેલ ભોલરીયા વાડી બાજુમા ખુલ્લી જગ્યામાં જુગાર અંગેની રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી પ્રભાસ પાટણ પો.સ્ટે. ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande