
જૂનાગઢ, 27 ઓક્ટોબર (હિ.સ.): દર વર્ષની પરંપરા મુજબ, સૌરાષ્ટ્ર - પટેલ સાંસ્કૃતિક સમાજ (દોમડીયા વાળી) અને ભોજલરામ ગ્રુપ દ્વારા નવા વર્ષ નિમિત્તે દોમડિયાવાડી ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટને સંલગ્ન સંસ્થાઓ અને જાગૃત જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
આ સ્નેહમિલનમાં સામાજિક અને પારિવારિક કરીવાજો તથા મુશ્કેલીઓ પર ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું હતું. મુશ્કેલીઓના સમાધાન માટે બુદ્ધિજીવીઓના મંતવ્યો પણ લેવાયા હતા અને ભોજલરામ ગ્રુપના ભવિષ્યના આયોજનોની જાણકારી પણ અપાઈ હતી તેમજ હિન્દુ સનાતની સંસ્કૃતિ મુજબ દિવાળી પછી આવતા નૂતનવર્ષમાં, સંગઠિત ભનીને આજના યુગમાં આવતી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે કુટુંબ ભાવનાને જાગૃત કરવા અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ સમારોનમાં દોમડીયા વાડીના ટ્રસ્ટીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, તેમજ ભોજલરામ ગ્રુપના યુવાનો અને મહિલાઓ મોટી રાખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ પરિવાર સાથે હાજરી આપીને સંગઠિત રહેવાનો સંકલ્પ કર્યો હતો તથા તમામ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં સવજીભાઈ સાવલીયા, કરશનભાઇ ધડુક, મેયર ઉપસ્થિત રહ્યા હતા ધર્મેશ પોશીયા, ડો.ડી.પી.ચિખલીયા. અનિલભાઈ પટોળીયા સહિતના ભોજલરામ ગુપના સભ્યો તેમજ લેઉવા પટેલ સમાજના પરિવારજનો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ