
ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): ગીર-સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વે કરવાની અને ખેડૂતોને તેમના નુકસાનની ભરપાઈ કરવા માટે નાણાકીય વળતર પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે.બ
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મારા મતવિસ્તાર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે ખેડૂતોના મગફળી અને સોયાબીનના પાક તૈયાર હતા અને કાપણી ચાલી રહી હતી, ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થયું છે. અને તેમના પશુઓ માટેનો ઘાસચાર થઈ ગયો છે, જેના પરિણામે ખેડૂતોને બેવડું આર્થિક નુકસાન થયું છે. સાંસદ ચુડાસમાએ મુખ્યમંત્રીને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે શક્ય તેટલી વહેલી તકે કરવા અને સંબંધિત અધિકારીઓને જાણ કરવા વિનંતી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ