
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવદનાકા ગામમાં રહેતા એક આધેડે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા બેડામાં શોકની લાગણી પ્રસરી છે. આ મામલે કુતિયાણા પોલીસે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મેરૂભાઈ આલાભાઈ ખૂટી નામના 45 વર્ષીય આધેડ એકલવાયું જીવન જીવતા હતા અને છેલ્લા થોડા સમયથી ગુમસુમ રહેતા હતા. તેઓએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.આ મામલે કુતિયાણા પોલીસે આકસ્મિક મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya