જામનગરમાં પોલીસ એલર્ટ મોડમાં : મેગા કોમ્બિંગ નાઈટ ડ્રાઈવમાં 1007 વાહનો ચેક કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં દિવાળીના તહેવાર બાદ પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને ગતરાત્રિના ખુદ એસપી ડો.રવિ મોહન સૈની મેદાનમાં આવી ગયા હતા અને મેગા કોમ્બિંગ નાઈટમાં 1007 વાહનો તેમજ ફાર્મ હાઉસ, હોટલો, લેન્ડિંગ પોઈન્ટ, પેટ્રોલ પ
પોલીસનું નાઈટ કોમ્બિંગ


જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં દિવાળીના તહેવાર બાદ પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને ગતરાત્રિના ખુદ એસપી ડો.રવિ મોહન સૈની મેદાનમાં આવી ગયા હતા અને મેગા કોમ્બિંગ નાઈટમાં 1007 વાહનો તેમજ ફાર્મ હાઉસ, હોટલો, લેન્ડિંગ પોઈન્ટ, પેટ્રોલ પંપ ચકાસવામાં આવ્યા હતા. 116 શકમંદોને ચકાસવામાં આવ્યા હતા. એસપીએ પોલીસ ચોકીઓની પણ મુલાકાત લઈને જરુરી સુચના આપવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે જામનગર શહેર-જિલ્લામાં પોલીસ તંત્ર સતત મેગા કોમ્બિંગ નાઈટ ડ્રાઈવ અને ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ત્યારે ગતરાત્રિના એસપી ડો.રવિ મોહન સૈની સાથે સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તેમજ એસઓજી, એલસીબી, એ, બી અને સી ડિવિઝનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. સમગ્ર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કુલ 1007 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જ્યારે 83 હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા વગેરેમાં ચેકિંગ કરાયું હતું. 15 ફાર્મ હાઉસ ચેક કરાયા હતા. 101 જેટલી વ્હાઇટલ ઇન્સ્ટોલેશનલ જાહેર જગ્યાઓ ચેક કરવામાં આવી હતી. કુલ 116 શકમંદોને પણ ચકાસવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લિસ્ટેડ બુટલેગર જાણીતા જુગારી હિસ્ટ્રીચીટર, એમસીઆર વગેરે મળી કુલ 98 લોકોને ચકાસવામાં આવ્યા હતા. સાથોસાથ પાંચ લેન્ડિંગ પોઇન્ટ, અને 226 જેટલા પેટ્રોલ પંપ, એટીએમ, અને ધાર્મિક સ્થળ વગેરેને ચેક કરવામાં આવ્યા હતા. 42 જેટલા મજૂરોને ચેક કરી લેવાયા હતા, તેમજ 7 જેટલી બંદર -જેટી વગેરે સ્થળે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન એસપીએ જુદી જુદી પોલીસ ચોકીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટેશનના સુધારા તેમજ કેમેરાને લગાડવા બાબતે પોલીસ ઈન્સ્પેકટર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નિરીક્ષણ સમયે અનેક સુચનાઓ પણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande