ભારે વરસાદના કારણે ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ
સનખડા-ખત્રીવાડા, દુધાળા-માણેકપુર રોડ સહિતના રસ્તાઓ બંધ ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): અરબી સમુદ્રમાં સર્જાયેલી લૉ પ્રેશર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમા ભારે વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં પણ અનેક સ્થળોએ છૂટોછવાયો અને હ
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના


સનખડા-ખત્રીવાડા, દુધાળા-માણેકપુર રોડ સહિતના રસ્તાઓ બંધ

ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): અરબી સમુદ્રમાં સર્જાયેલી લૉ પ્રેશર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમા ભારે વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં પણ અનેક સ્થળોએ છૂટોછવાયો અને હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉના તાલુકામાં વરસાદના કારણે નદી-નાળા છલકાયાં છે. જેથી રસ્તાઓ પર પાણી પસાર થવાને કારણે સનખડા-ખત્રીવાડા રોડ, નેશનલ હાઈવેથી સોંદરડા-સોંદરડી ખત્રીવાડા અને લેરકા કોબ રોડ, દુધાળા-માણેકપુર રોડ, ખંઢેરા-એપ્રોચ રોડ હાલ પૂરતા બંધ કરવામાં આવ્યાં છે. હાલ આ રસ્તાઓમાં પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક બંધ થતા જ રસ્તાઓ રાબેતા મુજબ ફરી ચાલુ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande