પાટણ જિલ્લામાં તહેવારો દરમ્યાન ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈ બીજના તહેવારો દરમિયાન ઈમરજન્સી (EM) કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોની સરખામણીમાં દિવાળી પર 2.12%, નૂતન વર્ષ પર 35.60% અને ભાઈ બીજ પર 18.86% નો વધારો જોવા મળ્યો.
પાટણ જિલ્લામાં તહેવારો દરમ્યાન ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો


પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈ બીજના તહેવારો દરમિયાન ઈમરજન્સી (EM) કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોની સરખામણીમાં દિવાળી પર 2.12%, નૂતન વર્ષ પર 35.60% અને ભાઈ બીજ પર 18.86% નો વધારો જોવા મળ્યો. આ સમયગાળા દરમિયાન ડાયાબિટીસ, માર્ગ અકસ્માત, શ્વાસ સંબંધી તકલીફો તેમજ આંચકી/ખેંચ જેવા આરોગ્ય સંબંધિત કેસોમાં ઉછાળો નોંધાયો.

ડાયાબિટીસના કેસોમાં સામાન્ય દિવસો (1 કેસ)ની સરખામણીમાં દિવાળી પર 66.67% વધારો થઈ 2 કેસ નોંધાયા, જ્યારે નૂતન વર્ષ પર તેમાં 16.67% નો ઘટાડો જોવા મળ્યો. ટ્રોમા (વાહન સંબંધિત) કેસ દિવાળી પર 52.03% વધીને 15 થયા અને નૂતન વર્ષ પર 92.57% વધીને 19 કેસ નોંધાયા.

આંચકી/ખેંચ (Convulsions/Fits)ના કેસોમાં નૂતન વર્ષે સૌથી મોટો 950% ઉછાળો નોંધાયો, જ્યાં સામાન્ય દિવસોના 1 કેસ સામે 7 કેસ નોંધાયા, જ્યારે ભાઈ બીજ પર આવા કોઈ કેસ નોંધાયા નહોતા. શ્વાસ સંબંધી તકલીફોમાં ભાઈ બીજ પર 177.78% નો જંગી વધારો થતાં 10 કેસ નોંધાયા અને નૂતન વર્ષે પણ 94.44% નો ઉછાળો જોવા મળ્યો.

પેટના દુખાવા (Abdominal Pain)ના કેસ ભાઈ બીજ પર 110.94% વધીને 9 થયા, જ્યારે સ્ટ્રોક/લકવા (Paralysis)ના કેસોમાં પણ 114.29% નો વધારો નોંધાયો. ટ્રોમા (બિન-વાહન સંબંધિત)ના કેસો નૂતન વર્ષે 154.72% વધીને 18 થયા અને ભાઈ બીજ પર 13.21% વધીને 8 કેસ નોંધાયા. સામાન્ય દિવસોના 60 કોલ્સની સરખામણીમાં નૂતન વર્ષના દિવસે કુલ 81 કોલ્સ નોંધાયા — જે 35.60% નો વધારો દર્શાવે છે. આ આંકડા સ્પષ્ટપણે સૂચવે છે કે તહેવારો દરમ્યાન ખોરાકમાં ફેરફાર, પ્રદૂષણ અને મુસાફરી જેવા પરિબળો લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande