40,000 કિ.મી.નો પંથ કાપી મહેસાણામાં પહોંચ્યો પર્યાવરણપ્રેમી યુવાન સુબોધ
– ‘એક પંથ, એક સંકલ્પ’થી દેશને આપી અનોખી પ્રેરણા મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): લદ્દાખના હિમાલયમાંથી શરૂ થયેલી એક અસાધારણ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. પ્રકૃતિ, માતૃભૂમિ અને સ્વાસ્થ્ય માટે જીવંત સંદેશ બનીને 26 વર્ષીય યુવાન સુબોધ પોતાની સાયકલ પર 40
40,000 કિ.મી.નો પંથ કાપી મહેસાણામાં પહોંચ્યો પર્યાવરણપ્રેમી યુવાન સુબોધ – ‘એક પંથ, એક સંકલ્પ’થી દેશને આપી અનોખી પ્રેરણા


40,000 કિ.મી.નો પંથ કાપી મહેસાણામાં પહોંચ્યો પર્યાવરણપ્રેમી યુવાન સુબોધ – ‘એક પંથ, એક સંકલ્પ’થી દેશને આપી અનોખી પ્રેરણા


– ‘એક પંથ, એક સંકલ્પ’થી દેશને આપી અનોખી પ્રેરણા

મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): લદ્દાખના હિમાલયમાંથી શરૂ થયેલી એક અસાધારણ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી છે. પ્રકૃતિ, માતૃભૂમિ અને સ્વાસ્થ્ય માટે જીવંત સંદેશ બનીને 26 વર્ષીય યુવાન સુબોધ પોતાની સાયકલ પર 40,000 કિલોમીટરનો પંથ કાપીને હાલ મહેસાણા જિલ્લામાં પહોંચ્યો છે. “એક પંથ, એક સંકલ્પ — પ્રકૃતિ માટે, માતા માટે!” ના ઉદ્દેશ્ય સાથે નીકળેલી આ યાત્રા માત્ર સાયકલિંગ અભિયાન નથી, પરંતુ પર્યાવરણ, ફિટનેસ અને રાષ્ટ્રીય સમર્પણનો એક આદર્શ સંદેશ બની ગઈ છે.

સુબોધે આ યાત્રાની શરૂઆત લદ્દાખથી કરી હતી, અને અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યો પાર કર્યા છે. તેમની યોજના મુજબ આ 950 દિવસની યાત્રા દરમિયાન 1 લાખ કિલોમીટર સાયકલ ચલાવીને 1 લાખ વૃક્ષો વાવવાના છે. હાલ તેમણે 495 દિવસ પૂરા કર્યા છે અને ગુજરાતમાં પ્રવેશ સાથે 40,000 કિ.મી.નો પડાવ પાર કર્યો છે. આ યાત્રાનો અંતિમ પડાવ 2027માં વિશ્વની સૌથી ઊંચી પર્વતચોટી માઉન્ટ એવરેસ્ટ પર થવાનો છે, જ્યાં તેઓ પોતાનું અભિયાન પૂર્ણ કરશે. આ રીતે આ પ્રવાસ માત્ર ભારતભરમાં જ નહીં, પણ વિશ્વ સ્તરે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે.

સુબોધ પોતાના પ્રવાસ દરમિયાન દરેક શહેર અને ગામમાં જઈને લોકોને “ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ” અને “એક પેડ મારા નામે” જેવા પર્યાવરણપ્રેમી સંદેશ આપે છે. તેઓ દરેક સ્થળે સ્થાનિક યુવાનો સાથે વાતચીત કરીને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપે છે અને લોકોને પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ પહોં

ચાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande