
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં આઈસ ફેક્ટરીની ગોલાઈ પાસેથી હાર્બર મરીન પોલીસે 3100 લીટર બાયોડિઝલ ભરેલુ ટેન્કર શંકાસ્પદ હાલતમાં પકડી પાડયુ છે અને એફ.એસ.એલ.રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાર્બર મરીન પોલીસમથકના ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકેએ હાર્બર મરીન પોલીસમથકમાં જાણવા જોગ નોંધ કરાવી છે કે લકડીબંદરની આઇસ ફેક્ટરીની ગોલાઇ પાસેથી માન્ય આધાર-પુરાવા અને જી.એસ.ટી. બીલ વગરનું બાયોડિઝલનું 3100 લીટર કિંમત રૂા. 2 લાખ 1 હજાર 500 ભરેલું ટેન્કર નાનું ટેન્કર મળી આવ્યુ હતુ તેથી પાંચ લાખના ટેન્કર અને જવલનશીલ પદાર્થ બાયોડિઝલનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે તથા તેના નમૂના એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી થશે તેવુ ઈન્સ્પેકટર સાળુંકેકએ જણાવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya