

પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે પોરબંદરનુ વાતાવણરમા બદલાવ આવ્યો છે, પોરબંદરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સોમવારે સવારે પોરબંદરના દરિયા કિનારે બાર્જ તણાય આવતા લોકો જોવા ઉમટયા હતા.
પ્રાથમિક વિગતો મુજબ અસ્માવતી ઘાટ નજીક રેતીમાં લોખંડનું બાર્જ જે ડ્રેજીંગના કામ માટે ઉપયોગમાં લેવામં આવે છે તેને રાખવામાં આવ્યુ હતુ પરંતુ દરિયાઇ ભરતીના લીધે બાર્જ અસ્માવતી ધાટથી પાણીમાં તણાય દરીયામાં ફંગોળાઇ હતુ તહેવારના દિવસોમાં માણસો રજા હોવાથી બાર્જ પર કોઇ હાજર ન હતુ જેના લીધે બાર્જ દરિયાઇમાં તણાયુ હતુ બાદ દરિયાઇ મોજામા ફરી નજીકના કિનારે ફંગોળ્યું હતુ અગાઉ પર આજ બાર્જની બે લોખંડની ટગ બોટ તણાય કિનાર આવી હતી બાદ આજે બાર્જ તણાતા માછીમારો જોવા ઉમટયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya