
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા થી બખરલા જતા માર્ગ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ રાજુભાઈ એભાભાઇ ઓડેદરા જેઓ રાજુ પરબતભાઈ ઓડેદરા સાથે મોટર સાઇકલ પર બેસી ખંભાળાથી બખરલા જતા હતા.
આ દરમિયાન ધ્રુબકાનેસથી થોડે આગળ માર્ગ પર આવડ માતાજીના મંદિર નજીક હતા ત્યારે કાળા કલરની કારના ચાલકે ઓવર સ્પીડે કાર ચલાવી મોટરસાયકલને હડફેટે લીધા હતા. આ ઘટનામાં રાજુ એભાભાઈ ઓડેદરા તેમજ તેમની સાથે રહેલા રાજુ પરબત ઓડેદરા ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના બાદ કાર ચાલક નાસી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya