
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રુપિયાના આચરેલા કૌભાંડમાં રોકાણકારોએ કંપની સામે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કંપનીએ અમુક રોકાણકારોને રુપિયા પરત આપ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલી યુનીક નામની કંપનીએ રોકાણ માટે લોભામણી સ્કીમો બહાર પાડવામાં આવી હતી. એજન્ટો મારફત શહેરભરમાં જુદા જુદા વિસ્તારોના મોટી સંખ્યામાં લોકોએ પોતાની બચતમાંથી રોકાણ કર્યુ હતું. પાકતી મુદતે રોકાણકારોને પૈસા પરત આપવામાં આવ્યા ન હતા. જેથી અગાઉ પણ રોકાણકારોના દેકારાના કારણે કંપનીના અધિકારીઓએ પૈસા આપી દેવાની ખાતરી આપી હતી.
જેથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ તેને બે થી ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં રોકાણકારોને પૈસા પરત મળ્યા નથી. જેથી રોકાણકારો એકઠા થઈને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. પોલીસમાં ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી પોલીસે પણ આ અંગે ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરીને ગુનો નોંધવાની કાર્યવાહી આરંભી છે. કંપની દ્વારા કરોડાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, યુનિક કંપની સાથે અમદાવાદ સહિતની અન્ય શહેરોમાં ફરિયાદ નોંધાઈ છે. તેમ પોલીસ સુત્રો તેમજ કંપનીના એજન્ટો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt