
48 કલાકની જહેમત બાદ 7 x 7 ફૂટની રંગોળી બનાવી
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી અદિતિ પાટલીયા 7 બાય 7 ફૂટની કૃષ્ણ કા આધાર રાધા રસ ધાર શીર્ષક હેઠળ 48 કલાકના મહેનત બાદ રાધા અને કૃષ્ણના દૈવત્વના સારને ઝળહળતી રીતે વ્યકત કરતી આકર્ષક રંગોળી બનાવી છે. આ રેખાચિત્રમાં કૃષ્ણને રાત્રિના શાંત પૃષ્ઠભૂમિમાં દર્શાવવામાં આવ્યા છે, જે શાંતિ અને સર્જનાત્મકતાનું પ્રતિક છે, જ્યારે રાધા તેજસ્વી પ્રભાથી ચમકે છે, જે કૃષ્ણના વિશ્વમાં પ્રકારા અને જીવંતતા લાવે છે. તેમના વચ્ચે આખું બ્રહ્માંડ દર્શાવાયું છે, જે તેમના દૈવી ઊર્જાના એકતત્વને દર્શાવે છે. જયારે કૃષ્ણ નિર્વિકાર છે, ત્યારે રાધા પ્રવાહિત અનુભૂતિ છે; જયારે કૃષ્ણ રાત્રિ છે, ત્યારે રાધા પ્રભાત છે. કૃષ્ણ સર્જક છે, તો રાધા છે જે જગતને રંગોથી રંગે છે. સાથે સાથે, આ રંગોલી કૃષ્ણના જીવનયાત્રાને પણ અંકિત કરે છે - વૃંદાવનના પવિત્ર પ્રાકૃતિક દ્રરો, યમુનાનું નદીતટ, ઘન ઘાટ ઝાંખી વો, સ્મસ્યમય નિધિવન અને પવિત્ર ગૌવર્ધન પર્વત- જે કૃષ્ણની કથાઓ સાથે અતૂટ રીતે જોડાયેલા છે. એમાં કૃષ્ણના જીવનના અંતિમ તબક્કાની દુર્લભ ભવ્યતા પણ છે – દ્વારકાનું રાજમહેલ, જ્યાં કૃષ્ણ રાજાધિરાજ તરીકે બિરાજતાં હતા.
ઉલ્લેખનીય છે કે તેણીને આર્કિટેક્ચર, કલા, ફોટોગ્રાફી અને હેરિટેજ વારસા પ્રત્યે ઊંડી રુચિ ધરાવતા અદિતી પાટલીયાને, નોંધપાત્ર રીતે નાની ઉંમરથી જ સર્જનાત્મક અભિવ્યક્તિ પ્રત્યે લગાવ રહ્યો છે. તેણીને વાસ્તવિક રંગોળી બનાવવાનાં 8-9 વર્ષનો અનુભવ છે. આઠથી નવ વર્ષથી વધુના અનુભવ સાથે, વાસ્તવિક રંગોળીમાં તેણીની કુશળતા મુખ્યત્વે કાળા અને સફેદ પોટ્રેટ અને ચિરોડી રંગોથી બનેલા લેન્ડસ્કેપ દ્રશ્યો બનાવવામાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt