અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનો મુખ્યમંત્રીને પત્ર: ખેડૂતોને સહાય નહિ, દેવા માફ કરવાની માંગ
અમરેલી, 28 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર સતત ઉત્સવો અને શોનો દેખાવ કરી રહી છે, જ્યારે ખેડૂતોના દુખ-દર્દ પ્રત્યે ઉદ
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનો મુખ્યમંત્રીને પત્ર : ખેડૂતોને સહાય નહિ, દેવા માફ કરવાની માંગ


અમરેલી, 28 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર સતત ઉત્સવો અને શોનો દેખાવ કરી રહી છે, જ્યારે ખેડૂતોના દુખ-દર્દ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહી છે.

પ્રતાપ દુધાતે પત્રમાં ઉલ્લેખ કર્યો કે 2024માં કૃષિ સહાયમાંથી અમરેલી જિલ્લાના 700 જેટલા ગામોને બાકાત રાખવામાં આવ્યા હતા. હવે 2025માં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલની ડિજિટલ સર્વેની પદ્ધતિ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ નથી, કારણ કે તેમાં વાસ્તવિક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી. તેથી, સરકારને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવી અને વ્યવહારુ નીતિ ઘડવાની જરૂર છે.

દુધાતે સ્પષ્ટ માંગ કરી છે કે ખેડૂતોને માત્ર સહાય પૂરતી નથી, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરીને વાસ્તવિક રાહત આપવામાં આવે, જેથી તેઓ નવી શરૂઆત કરી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande