ચોરી કરવા ઘૂસ્યો, ફ્લેટમાં ફસાયો: સુરતમાં ચોરનો ફિલ્મી રેસ્ક્યુ
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) સુરતના અશ્વિનીકુમાર રોડ પર એક અણધાર્યું ડ્રામા સર્જાયું — દિવાળીના તહેવારનો ફાયદો ઉઠાવી ચોરી કરવા ગયેલો ચોર પોતે જ ફ્લેટમાં ફસાઈ ગયો. આખરે પોલીસ અને ફાયર બ્રિગેડે મળીને તે ચોરને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો, જે દ્રશ્ય ફિલ્મી
Surat


સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) સુરતના અશ્વિનીકુમાર રોડ પર એક અણધાર્યું ડ્રામા સર્જાયું — દિવાળીના તહેવારનો ફાયદો ઉઠાવી ચોરી કરવા ગયેલો ચોર પોતે જ ફ્લેટમાં ફસાઈ ગયો. આખરે પોલીસ અને ફાયર બ્રિગેડે મળીને તે ચોરને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો, જે દ્રશ્ય ફિલ્મી સ્ટાઈલમાં બન્યું.

પ્રાપ્ત માહિતી મુજબ, એક લો-રાઇઝ બિલ્ડિંગમાં રહેનાર પરિવાર દિવાળીને કારણે પોતાના વતન ગયો હતો. ફ્લેટ બંધ જોઈને એક ચોરે બિલ્ડિંગની પાછળની પાઈપ પકડી ત્રીજા માળેથી નીચે ઉતરી અને બીજા માળના બંધ ફ્લેટમાં ઘૂસ્યો. અંદર પ્રવેશ્યા પછી ચોરીનો પ્રયાસ કર્યો, પરંતુ બહાર નીકળવા જતા રસ્તો બંધ થઈ ગયો અથવા કદાચ પાઈપથી ફરી ઉતરવાનો હિંમત ગુમાવી બેઠો. પરિણામે, ચોર ફ્લેટની અંદર જ ‘લોક’ થઈ ગયો.

બહારથી અવાજો સંભળાતા પડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસે તપાસ શરૂ કરી, ત્યાં ચોરે અંદરથી જ બૂમાબૂમ શરૂ કરી — “મને બહાર કાઢો!” આખરે વરાછા પોલીસે ફાયર બ્રિગેડને બોલાવીને દરવાજો તોડાવ્યો અને ચોરને સલામત રીતે બહાર કાઢ્યો.

ફસાયેલો ચોર પછી પોલીસના હવાલે કરાયો. દિવાળીની રાતે “ચોરનું રેસ્ક્યુ ઓપરેશન” બનેલું આ બનાવ સમગ્ર વિસ્તારમાં હાસ્ય અને ચર્ચાનો વિષય બની ગયો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande