
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર શહેરમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલીન psi બેન્ઝામિન પરમાર જે પરિણીત હતા. જેના દ્વારા કાળીયાબીડમાં રહેતી એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદ માં યુવતીની મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ psi બેન્ઝામિન પરમારની પોરબંદર જિલ્લામાં બદલી થઈ હતી અને તે જિલ્લામાં એલ આઈ બી ખાતામાં પોસ્ટ આપવામાં આવી હતી. જે બાદ પણ psi પરમાર દ્વારા ભાવનગર ખાતે રહેતી યુવતી ઉપર સતત નજર રાખી હતી અને યુવતીના સગાઈ થઈ હોવાના સમાચાર psi પરમાર ને મળતા આરોપી પરમાર દ્વારા યુવતી સાથેના અંગત પળોના વીડિયો યુવતીના સાસરિયાને મોકલી યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી. જે મામલે યુવતીના સાસરિયા દ્વારા તેના ભાવિ પતિ એ યુવતી સાથે સંબંધ તોડી નાખતા ભોગ બનનાર યુવતીએ એ psi બેન્ઝામિન પરમાર વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ભાવનગરના ભરતનગર પોલીસ મથકના પી આઇ કુરેશીને તપાસ સોંપવામાં આવતા પોલીસ એ પોરબંદર ખાતેથી આરોપી psi બેન્ઝામિન પરમારની ધરપકડ કરી ભાવનગર ખાતે લવાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya