
પાટણ, 28 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતના ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલિક ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, ભારે વરસાદ અને કમોસમી માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે.
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે મગફળીના ટેકાના ભાવ (MSP) માટે માત્ર 2 એકર જમીનની મર્યાદા નક્કી કરાઈ છે, જે ખેડૂતોને પૂરતી રાહત આપી શકતી નથી. તેમજ રાહત પેકેજ માટે નક્કી કરાયેલી અન્ય મર્યાદાઓ પણ યોગ્ય નથી. તેમણે આ મર્યાદાઓ દૂર કરીને વાવેતર આધારિત રાહત પેકેજ જાહેર કરવાની વિનંતી કરી છે.
ડૉ. પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર બંને ખેડૂતોની ચિંતા કરી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે સત્વરે ખાસ રાહત પેકેજ જાહેર કરી તેનો તાત્કાલિક અમલ કરવો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ