જામનગરના હાપા યાર્ડની બહાર મગફળીનો જથ્થો ભરેલા વાહનોને પ્રવેશ ન અપાતા ખેડૂતોમાં રોષ
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવાર બાદ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં સોમવારથી જણસીની આવક ખોલવામાં આવી છે. રજાઓ બાદ પ્રથમ દિવસે જ મગફળીના ભરેલા 95 જેટલા વાહનો આવતા અને તેને યાર્ડની અંદર એન્ટ્રી ન મળતા ખેડુતોમાં રોષ વ્યાપી ગયો છે. સાંજે
માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાઇન


જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવાર બાદ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં સોમવારથી જણસીની આવક ખોલવામાં આવી છે. રજાઓ બાદ પ્રથમ દિવસે જ મગફળીના ભરેલા 95 જેટલા વાહનો આવતા અને તેને યાર્ડની અંદર એન્ટ્રી ન મળતા ખેડુતોમાં રોષ વ્યાપી ગયો છે. સાંજે થોડા ખેડુતોના વાહનોને યાર્ડમાં એન્ટ્રી અપાઈ હતી.

હાપા માર્કેટીંગ યાર્ડમાં સોમવારથી હરરાજીની કામગીરી શરુ થતાં જ ખેડુતો જણસીઓ સાથે આવ્યા હતા. તો મગફળીનું પણ મબલખ ઉત્પાદન થયું હોવાથી ખેડુતો વરસાદી માહોલમાં પણ વાહનોમાં મગફળી ભરીને હરરાજીમાં લાવ્યા હતા. પરંતુ મગફળીને યાર્ડમાં એન્ટ્રી આપવામાં ન આવતા ખેડુતોમાં રોષ વ્યાપી ગયો હતો અને સવારથી યાર્ડથી નુરી ચોકડી તરફ 95 જેટલા વાહનોની કતાર લાગી ગઈ હતી.

યાર્ડના સેક્રેટરીને પણ રજુઆત કરવામાં આવી હતી. જેથી બપોર બાદ 15 જેટલા વાહનોને યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવી છે. તો અન્ય 50થી વધુ ખેડુતોને મંગળવારે સવારમાં યાર્ડમાં એન્ટ્રી માટેના ટોકન આપવામાં આવ્યા હતા. જેથી ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી બાજુ ઝરમર વરસાદના કારણે ખેડુતોએ વાહનમાં જ મગફળીને પ્લાસ્ટિક તેમજ તાલપત્રી ઢાંકવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande