પોરબંદરના યુવાન પર ચાર શખ્સોએ કર્યો હુમલો
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના નરસંગટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પ્લોટના દસ્તાવેજ સહિતના જરૂરી દસ્તાવેજો પરત માંગવા જતા ચાર લોકોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી. નરસંગટેકરી વિસ્તારમાં રહેતા અને છુટક મજુરી
પોરબંદરના યુવાન પર ચાર શખ્સોએ કર્યો હુમલો


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદરના નરસંગટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પ્લોટના દસ્તાવેજ સહિતના જરૂરી દસ્તાવેજો પરત માંગવા જતા ચાર લોકોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી.

નરસંગટેકરી વિસ્તારમાં રહેતા અને છુટક મજુરી કામ કરતા પ્રવિણભાઈ ઉર્ફે ભોલો સાજાભાઈ હાથિયા નામના યુવાનના દસ્તાવેજ અને માતાના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો ગીતાબેન રમેશભાઈ હાથીયા પાસે હોય તે લેવા માટે પ્રવિણભાઈ તેમજ શાંતિબેન ગયા હતા તે દરમ્યાન સવિતાબેન વારસાકીયા અને રવજીભાઈએ બોલચાલી કર્યા બાદ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ ખુશાલ અને ગીતાબેન લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે કમલાબાગ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande