મેદસ્વિતા મુકત કેમ્પ ફેઝ-2: 10 નવેમ્બરથી 10 ડીસેમ્બર સુધી સુરત શહેર-જિલ્લામાં 10 સ્થળોએ યોજાશે
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.)- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત શહેર-જિલ્લામાં તા.10/11/2025થી 10/12/2025 સુધી ૩૦ દિવસીય મેદસ્વિતા મુકત કેમ્પ ફેઝ-૨ યોજાશે. ઝોન કો-ઓર્ડીનેટર ડૉ.પારુલ પટેલે જણાવ્યા અનુસાર સુરતમાં અડાજણ, અલથાણ, વરાછા, કામરેજ અને બારડોલીમ
મેદસ્વિતા મુકત કેમ્પ ફેઝ-2: 10 નવેમ્બરથી 10 ડીસેમ્બર સુધી સુરત શહેર-જિલ્લામાં 10 સ્થળોએ યોજાશે


સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.)- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત શહેર-જિલ્લામાં તા.10/11/2025થી 10/12/2025 સુધી ૩૦ દિવસીય મેદસ્વિતા મુકત કેમ્પ ફેઝ-૨ યોજાશે. ઝોન કો-ઓર્ડીનેટર ડૉ.પારુલ પટેલે જણાવ્યા અનુસાર સુરતમાં અડાજણ, અલથાણ, વરાછા, કામરેજ અને બારડોલીમાં યોજાનારા 10 કેમ્પમાં ભાગ લેવા અડાજણ (9979711185), અલથાણ (9725712971), વરાછા(9327821975), કામરેજ (9428142721) અને બારડોલી (9726814600) નંબર પર સંપર્ક કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રમતગમત વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિનથી સમગ્ર ગુજરાતમાં 30 દિવસનું રીઝલ્ટ ઓરિએન્ટેડ, મેદસ્વિતા મુક્ત કેમ્પનું આયોજન કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande