સુત્રાપાડા તાલુકામાં ગતરાત્રે ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ, આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા
ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સુત્રાપાડા,પ્રશ્નાવડા તેમજ ધામળેજ, લોઢવા, વડોદરા ઝા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી... સુત્રાપાડા,પ્રશ્નાવડા તેમજ ધામળેજ, લોઢવા, વડોદરા ઝાલા સહિતના ગામડાઓ માં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રણ દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે ત્યારે ખેતરોમાં વાવેલો મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો જ્યારે મગફળી સાથે સોયાબીન સહિત અન્ય પાકોને નુકશાન વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો ભારે ચિંતામાં મુકાયા હતા.વાડી વિસ્તારો બેટમાં ફેરવાયા છે.મગફળી,સોયાબીન અને અન્ય પાક તણાઈ જતા ખેતરોમાં નુકસાનના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.


ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સુત્રાપાડા,પ્રશ્નાવડા તેમજ ધામળેજ, લોઢવા, વડોદરા ઝાલા સહિતના ગામડાઓ માં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રણ દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે, ત્યારે ખેતરોમાં વાવેલો મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો જ્યારે મગફળી સાથે સોયાબીન સહિત અન્ય પાકોને નુકશાન વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો ભારે ચિંતામાં મુકાયા હતા. વાડી વિસ્તારો બેટમાં ફેરવાયા છે. મગફળી, સોયાબીન અને અન્ય પાક તણાઈ જતા ખેતરોમાં નુકસાનના

આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande