
સોમનાથ,28 ઓક્ટોબર (હિ.સ.) સુત્રાપાડા તાલુકામાં ગતરાત્રે ભારે વરસાદથી ખેડૂતના ઉભા મોલ સોયાબીન કપાસ મગફળી જેવા પાકો ભારે નુકસાની જોવા મળી રહી છે બીજી તરફ ખેડૂતોના માલ ઠોરનો સારો પણ પલળી ગયો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની દયા જનક પરિસ્થિતિ થઈ છે
હાલ ગીર સોમનાથ જિલ્લામાં મગફળી સોયાબીન જેવા પાકોની સિજન ચાલી રહી હોય અને પાક તૈયાર થય ગયો હોય અને છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જણીછે ત્યારે ખેડૂતોના પાકોને નુકસાની થવા પામી છે
ખેડૂતોના મગફળીના પાથરા તણાઈ ગયા છે અને જ્યાં જૂવો ત્યાં નદી જેવ દ્રશ્ય જોવા મળી રહ્યા છેવરસાદે જે તારાજગી સરજી તેમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને મગફળીમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પોતાની મગફળીમાંથી સામે વર્ષે ચોમાસામાં વાવવા માટે બિ બિયારણ ની મગફળી પણ નથી રહી જગતનો તાત ચિંતાતુર બન્યા છે
આપ જે દ્રશ્યજોઈ રહ્યા છે તેગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારો ના છે ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી... સુત્રાપાડા,પ્રશ્નાવડા તેમજ ધામળેજ, લોઢવા, વડોદરા ઝાલા સહિતના ગામડાઓ માં ગય રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જેવા જેવા દ્રશ્ય સામે આવ્યા હતા
ગીર સોમનાથ જિલ્લામાં સતત ત્રણ દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે ત્યારે ખેતરોમાં વાવેલો મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો જ્યારે મગફળી સાથે સોયાબીન સહિત અન્ય ચોમાસુપાકોને નુકશાન થયું છે ખેડુતો ભારે ચિંતામાં મુકાયા હતા.વાડી વિસ્તારો બેટમાં ફેરવાયા છે.મગફળી, અને અન્ય
પાકોપાણી તણાઈ જતા
ખેડૂતોનો મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયોહાલ તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સહાય ચૂકવવા વિનંતી કરી રહ્યા છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ