
સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સ્થિતિને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ પરથી પાણી પસાર થવાના કારણે વેરાવળ, તાલાલા અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક માર્ગો બંધ કરાયાં છે.
વેરાવળ તાલુકાના સવની-મીઠાપુર રોડ, તાલાલા તાલુકાના રમરેચી-જેપુર, વિરપુર-ધાવા-મોરૂકા, ઉના તાલુકાના ઉના-ગીરગઢડા-જામવાળા, સીમાસી-કાણકીયા-ઝાંઝરિયા રોડ ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.પાણીની આવક બંધ થતા આ રસ્તાઓ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ