ગોઠવા ગામની યુવતીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, બસમાં રહી ગયેલું 32,740 રૂપિયાનું પર્સ માલિકને પરત આપ્યું
મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામની અને સૂરત એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી યુવતીએ પોતાની પ્રમાણિકતા અને માનવતા દર્શાવતું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસમાં મુસાફરે ભૂલથી મૂકીને ગયેલું પર્સ, જેમાં
ગોઠવા ગામની યુવતીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું — બસમાં રહી ગયેલું 32,740 રૂપિયાનું પર્સ માલિકને પરત આપ્યું


ગોઠવા ગામની યુવતીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું — બસમાં રહી ગયેલું 32,740 રૂપિયાનું પર્સ માલિકને પરત આપ્યું


મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામની અને સૂરત એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી યુવતીએ પોતાની પ્રમાણિકતા અને માનવતા દર્શાવતું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસમાં મુસાફરે ભૂલથી મૂકીને ગયેલું પર્સ, જેમાં 32,740 રૂપિયાનો કિંમતી સામાન હતો, તે યુવતીએ કોઈ પણ લાલચ વિના માલિકને પરત કરી સૌનું મન જીતી લીધું છે.

ગોઠવા ગામની ઠાકોર કિરણબેન રતનજી સૂરત–1 એસ.ટી. ડેપોમાં બેઝ નંબર 45એલ તરીકે કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. કિરણબેન નિયમિત રીતે સૂરત–વિજાપુર અને માલેગાવ–સૂરત રૂટ પર સેવા આપે છે. 24 ઓક્ટોબરના રોજ કિરણબેન અને ડ્રાઇવર રબારી શૈલેષભાઈ બસ નંબર ઝેડ.ટી.0629 સાથે માલેગાવથી સૂરત જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન મહારાષ્ટ્રના તહારાબાદ ગામેથી એક દંપતી બસમાં ચડ્યું હતું. સૂરત ડેપો પહોંચતાં એ દંપતી ઉતરી ગયું, પરંતુ ભૂલથી પોતાનું પર્સ બસમાં જ રહી ગયું હતું.

બાદમાં બસ ઉધના ડેપો ખાતે પહોંચી ત્યારે કિરણબેન બસના કાચ બંધ કરતી વખતે સીટ પર એક પર્સ દેખાયો. તપાસ કરતાં અંદરથી 26,000 રૂપિયાનો મોબાઇલ, સોનાનું એક ગ્રામનું મંગલસુત્ર, 1,200 રૂપિયાની રોકડ રકમ, 940 રૂપિયાની દવાઓ અને આધારકાર્ડ સહિત કુલ 32,740 રૂપિયાનો સામાન મળી આવ્યો. કિરણબેને તરત જ આ બાબતની જાણ ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જને કરી હતી.

પર્સની તપાસ કરતાં તે ગાંધીનગરની સુમિત્રાબેન શાહનો હોવાનું જાણવા મળ્યું. ડેપો અધિકારીઓએ સુમિત્રાબેનનો સંપર્ક કરી માહિતી આપી અને બાદમાં કિરણબેને પર્સ તથા તેમાં રહેલ તમામ વસ્તુઓ સચોટ રીતે પરત આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande